રાજ્યમાં વરસાદની ગતિ મંદ થતા બફારા અને ઉકળાટનું પ્રમાણ વધ્યુ હતુ ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડતા શહેરીજનોને ગરમીમાંથી થોડો છુટકારો મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આવનારા સાત દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા શુક્રવારે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.