આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફાર્મા ફેક્ટરીમાં લાગેલી આગમાં 18 લોકોના મોત થયા છે. 35થી વધુ લોકો ઘાયલ થયા છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બિલ્ડિંગના પહેલા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો.
આ ઘટના અચ્યુતપુરમ SEZમાં ફાર્મા કંપની એસિન્ટિયાના પ્લાન્ટમાં બની હતી. ઘાયલોને સારવાર માટે એનટીઆર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને મોટાભાગના કામદારો બહાર હતા. ફેક્ટરીમાં 381 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ અકસ્માત બપોરે 2.10 કલાકે થયો હતો. બપોરના ભોજનનો સમય હોવાથી મોટાભાગના કર્મચારીઓ બહાર હતા. કલેક્ટર વિજયન કૃષ્ણને જણાવ્યું કે 13 લોકોને બચાવી લેવાયા છે.