અમરેલીના સાવરકુંડલાના હાથસણી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં એક કાર ભડભડ સળગી ઉઠી હતી. મળતા અહેવાલ પ્રમાણે હાથસણી રોડ પર આવેલા ગુજરાત ગેસ ગોડાઉન પાસે અકસ્માતે કાર પુલની પાળી સાથે અથડાતા કાર પલ્ટી મારી હતી.
કાર પલ્ટી ખાધા પછી અચાનક તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. સ્થાનિકોએ અકસ્માતની જાણ પોલીસ અને ફાયરવિભાગને કરી હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે કારમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ તેઓ .યુવાનોના જીવ બચાવી શક્યા ન હતા. તપાસમાં સામે આવ્યું કે બન્ને યુવાનો કૌટુંબિક ભાઈ થતા હતા.