ભારતીય પ્રવાસી સમુદાયના 24 હજારથી વધુ સભ્યોએ ન્યુયોર્કમાં એક વિશાળ સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હસ્તાક્ષર કર્યા છે. આવતા મહિને યોજાનાર આ કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુ ગેધર નામનો આ કાર્યક્રમ નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજીયનમાં 22 સપ્ટેમ્બરે યોજાશે. આ જગ્યાએ એક સાથે 15 હજાર લોકો બેસી શકે છે. ‘ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસ’એ (આઇએસીયુ)એ ગઇકાલે જણાવ્યું હતું કે 24 હજારથી વધુ ભારતીય-અમેરિકીઓએ આ વિશાળ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હસ્તાક્ષર કર્યા છે.
મોદી 26 સપ્ટેમ્બર ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધન કરનાર છે. આઇએસીયુના અનુસાર 42 રાજ્યોના ભારતીય અમેરિકીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે.






