પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે. 17મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. 16મી સપ્ટેમ્બર સાંજે તેઓ અમદાવાદ આવી જાય તેવી વિગતો સામે આવી રહી છે. ત્યારબાદ તેઓ 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે એવો બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.