ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. શિવરાજ સિંહ ચૌહાણ અને હિમંતા બિસ્વા સરમાએ તેમને રાંચીના ધુર્વામાં શહીદ મેદાનમાં એક કાર્યક્રમમાં ભાજપની સદસ્યતા અપાવી. જાસૂસો છ મહિનાથી મારો પીછો કરી રહ્યા છે, મારી પાસે પુરાવા છે. હેમંતજી, ભાજપની સરકાર આવવા દો, પૂરો હિસાબ થશે. આઈજી પ્રભાત કુમાર જી, બે મહિના પછી હિસાબ થશે તેમ ચંપાઈ સોરેને કહ્યું હતું
ચંપાઈ સોરેને પાર્ટી છોડ્યાના એક જ દિવસમાં ઝારખંડના મંત્રીમંડળમાં અન્ય મંત્રીને સ્થાન મળ્યું છે. ચંપાઈ સોરેનની જગ્યાએ રામદાસ સોરેને મંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે મોડીસાંજે 28 ઓગસ્ટ, તેમણે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું. તેમણે કહ્યું, ‘અમે જે પણ નિર્ણય લીધો છે એ ઝારખંડના હિતમાં લીધો છે. અમે લડનારા લોકો છીએ અને પાછળ હટીશું નહીં. પાર્ટી અમને જે પણ જવાબદારી આપશે અમે એ પ્રમાણે કામ કરીશું. ઝારખંડમાં વિકાસની સાથે સાથે અમે આદિવાસીઓના અસ્તિત્વને બચાવવા માટે પણ પગલાં લઈશું.