પેરિસ પેરાલિમ્પિકમાં દેશને ચોથો મેડલ મળ્યો છે. મનીષ નરવાલે 10 મીટર મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ આ જ ઈવેન્ટની મહિલા ઈવેન્ટમાં ભારતની અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યા બાદ, પ્રીતિ પાલે ટ્રેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પ્રીતિ મહિલાઓની 100 મીટર T35 કેટેગરીમાં 14.21 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. અગાઉ 10 મીટર મહિલા એર પિસ્તોલ સિંગલ્સમાં અવની લખેરાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.