75 વર્ષ બાદ રાષ્ટ્રપતિએ દેશની સર્વોચ્ય અદાલતનું નવું ચિહ્ન અને ધ્વજનું અનાવરણ કર્યું હતું. નવું ચિહ્નએ ન્યાય અને લોકશાહીનું પ્રતિબિંબ છે. આ નવા સર્વોચ્ય અદાલતના ચિહ્ન અને ધ્વજને દિલ્હીમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ નવા ચિહ્નમાં સર્વોચ્ય અદાલતને અશોક ચક્રની અંદર બંધારણ પર મૂકવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના વિદાય સમારંભમાં ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પણ હાજર હતાં.
તે ઉપરાંત આ કાર્યક્રમમાં 800 થી વધુ લોકો હાજર રહ્યા હતાં. આ સમ્મેલનમાં દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિ ખાસ હતી. જોકે આ સમ્મેલન પહેલા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતાં. તેમણે કાર્યક્રમ વિશે લોકોને માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે પડતર કેસની સંખ્યા ઘટાડવીએ ન્યાયતંત્રનો સામેનો સૌથી મોટો પડકાર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ન્યાયાધીશ અને અદાલતએ પડતર કેસ માટે ભારત મંડપમ હેઠળ એકસાથે આવવું જોઈએ. તે ઉપરાંત ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પોતાના સંબોધનમાં ગર્વ વ્યક્ત કર્યો કે સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવી જોઈએ. જેથી કરીને તેઓ તેમની વ્યક્તિગત અને સામૂહિક ક્ષમતાને રાષ્ટ્રનિર્માણમાં સમર્પિત કરી શકે. મુખ્ય ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમાપન કર્યું હતું, જેમાં લગભગ 1,000 કેસનો પાંચ કામકાજના દિવસોની અંદર શાંતિપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.