કેનેડામાં પંજાબના પ્રખ્યાત સિંગર અમૃતપાલ સિંહ ઢિલ્લો ઉર્ફે એપી ઢિલ્લોના ઘરે ફાયરિંગ થયું. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. ગેંગના ગેંગસ્ટરે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છે. કેનેડાના વાનકુવર વિસ્તારમાં રવિવારે આ ઘટના સામે આવી હતી.
થોડા દિવસ પહેલા જ સિંગર એપીનું બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથેનું ગીત રિલીઝ થયું હતું. જે બાદ હવે એપીના ઘર પર ફાયરિંગ થયું છે. આ ઘટનાને લઈને ભારતીય અને કેનેડાની એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. લોરેન્સ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ સિંગરના ઘરે ફાયરિંગ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. જેમાં લખ્યું- રામ રામ જી તમામ ભાઈઓને. 1 સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે જગ્યાએ ગોળીબાર થયો છે. એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટોમાં. હું રોહિતા ગોદારા (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) બંને ઘટનાઓની જવાબદારી લઉં છું.