પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે.ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન તે ક્રેશ થયું હતું.
એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર લાપતા છે. કોસ્ટ ગાર્ડે ગુમ થયેલા જવાનોની શોધ અને બચાવ માટે 4 જહાજો અને 2 વિમાન તૈનાત કર્યા છે.