કોંગ્રેસે 6 સપ્ટેમ્બરે મોડી રાત્રે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પાર્ટીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત 27 ધારાસભ્યો પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક ધારાસભ્યની ટિકિટ હોલ્ડ કરવામાં આવી છે. 5 મહિલાઓ અને 3 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ શુક્રવારે બપોરે કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ રેસલર વિનેશ ફોગટને જુલાનાથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્યમાં 5 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે.
કોંગ્રેસે ED કેસમાં ફસાયેલા 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. તેમાં સોનીપતથી સુરેન્દ્ર પંવાર, સમલખાથી ધરમ સિંહ છાઉકર અને મહેન્દ્રગઢના રાવ દાન સિંહનો સમાવેશ થાય છે. પ્રથમ યાદીમાં 3 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં મમન ખાન, મોહમ્મદ ઇલ્યાસ, આફતાબ અહેમદનો સમાવેશ થાય છે.