ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તાવ, શરદી-ઉધરસ ને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટિ ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે.
કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે, બીમારીના લક્ષ્ણોમાં ખાસ શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છેલ્લે મરણનું કારણ આવે ત્યારે એઆરડીએસ આવે છે અને એની સાથે મલ્ટિપલ ઓર્ગન ફેઇલ આવે છે. આ ભેદી રોગમાં લખપતના ચાર અને અબડાસાના બે ગામોમાં ખાસ ઇફેક્ટ છે. અત્યારે આરોગ્ય વિભાગની 25 ટીમો ફિલ્ડમાં છે. જે ડોર ટુ ડોર ફરી લોકોનું નિદાન અને દવાનો છંટકાવ કરે છે.