દિલ્હી પોલીસએ નકલી વીઝા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી છેલ્લા પાંચ વર્ષથી દિલ્હીના તિલક નગર વિસ્તારમાં ચાલી રહી હતી. ફેક્ટરીમાં અત્યાર સુધીમાં 4 થી 5 હજાર નકલી વીઝા બનાવવામાં આવ્યા છે. એટલે કે 4 થી 5 હજાર લોકો નકલીવીઝા પર વિદેશ ગયા છે. ત્યારે આ ગેંગના સભ્યોઓએ અત્યાર સુધીમાં કુલ 300 કરોડ કરતા પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. ત્યારે દિલ્હી પોલીસએ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.
ડીસીપી આઈજીઆઈ ઉષા રંગરાણીના જણાવ્યા અનુસાર, આ વર્ષે 2 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રનો રહેવાસી સંદીપ નામનો વ્યક્તિ નકલી સ્વીડિશ વીઝા પર ઈટાલી જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આ મુસાફર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન તે પકડાયો હતો. તો આ સંદીપની પૂછપરછ કરવામાં આવી હતી. તો સંદીપના જણાવ્યા અનુસાર તેના ગામના ઘણા છોકરાઓ નોકરીની શોધમાં આવા આ વીઝા પર વિદેશ ગયા હતાં. તો સંદીપે એજન્ટ આસિફ અલી મારફતે 10 લાખ રૂપિયામાં વીઝા મેળવ્યા હતાં. ત્યારબાદ દિલ્હી પોલીસએ આસિફ અલી અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી.
આરોપીઓ પૈકી શિવા ગૌતમે પૂછપરછ દરમિયાન એજન્ટ બલવીર સિંહનું નામ જણાવ્યું હતું. આ પછી પોલીસે બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરી હતી. બંનેએ જણાવ્યું કે મનોજ મોંગા નકલી વીઝા તૈયાર કરે છે, તેની તિલક નગરમાં ફેક્ટરી છે, જ્યાં ઘણા દેશોના નકલીવીઝા બને છે. જે બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. તે પછી પોલીસે તિલક નગરમાં દરોડો પાડી મનોજ મોંગાની ધરપકડ કરી હતી. મનોજ મોંગાએ ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે. લગભગ 5 વર્ષ પહેલા તેની મુલાકાત જયદીપ સિંહ નામની વ્યક્તિ સાથે થઈ હતી. જયદીપે મનોજને નકલી વીઝા બનાવવામાં તેની આવડતનો ઉપયોગ કરવા કહ્યું હતું.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ મોંગા દર મહિને 30 થી 60 Visa તૈયાર કરતો હતો. તે માત્ર 20 મિનિટમાં વીઝા સ્ટીકર તૈયાર કરતો હતો. તો આરોપીઓ એક વીઝા બનાવવા માટે 5 લાખ રૂપિયા લોકો પાસે પડાવતા હતાં. તો આરોપીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ટેલિગ્રામ, સિગ્નલ અને વોટ્સએપનો ઉપયોગ કરતા હતાં.દિલ્હી પોલીસએ આરોપીઓ પાસેથી 18 પાસપોર્ટ, 30 નકલીવીઝા અને વીઝાબનાવવાની સામગ્રી જપ્ત કરી છે.