આજે 16 સપ્ટેમ્બરે PM મોદીએ મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યા છે જે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી છે. આપણા વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.
ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું. મિત્રો તમે બધા જાણો છો કે, ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજીવાર ચૂંટી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોપ 3 ઇકોનોમીમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને ડેવલોપમેન્ટનો હિસ્સો બનાવવાનો એક્શન પ્લાન છે.
PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે : મુખ્યમંત્રી પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM મોદી સમયથી આગળ ચાલનારા નેતા છે. CM તરીકે મોદીએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય બનાવ્યું હતું. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી જ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં અને કામો થયા છે. ગુજરાત દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં બીજા ક્રમે છે. કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. આ સેક્ટરનું યોગદાન 54 ટકા છે. રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. વાઇબ્રન્ટ 2024 માં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં 1600 km દરિયો વિકાસ દ્વાર બન્યો છે. ભારત દેશ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધી રહ્યો છે. PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે.






