અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને અત્યારે માઈભક્તોની મેદની ઉમટી રહીં છે. ભક્તોની ભીડ સાથે સાથે લોકો મોજ પણ માણી રહ્યાં છે. નોંધનીય છે કે, અંબાજી મંદિર (Ambaji Temple)માં ગઈકાલ સુધીમાં 22.35 લાખ યાત્રાળુઓએ મા અંબાના દર્શન કર્યા છે. લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો આવી રહ્યાં છે. અત્યારે મંદિરનો નજારો ખુબ જ રમણીય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતભરમાંથી માઈભક્તો અત્યારે મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે.