Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના આર્થિક વિકાસના યોગદાનમાં ગુજરાત સતત અગ્રેસર

ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે.

dharmendravaghela by dharmendravaghela
2024-09-19 11:20:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)એ ભારતના સૌથી અમીર અને ગરીબ રાજ્યોનો ખુલાસો કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેના પરથી દેશના કુલ GDPમાં કયા રાજ્યોનું કેટલું યોગદાન છે અને રાજ્યની આર્થિક સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.
રિપોર્ટ મુજબ, છેલ્લા બે દાયકાથી દેશના GDPમાં ગુજરાતનુ યોગદાન સતત વધ્યું છે. 1960-61માં 5.8 ટકાનું GDP યોગદાન આજે વધી 2023-24માં 8.2 ટકા થયું છે. જે 2020-21માં 8.1 ટકા હતું. EAC-PM રિપોર્ટ અનુસાર, દેશના GDPમાં મમતા બેનર્જી સરકાર હેઠળ પશ્ચિમ બંગાળનો હિસ્સો ઝડપથી ઘટ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેશના GDPમાં પશ્ચિમ બંગાળનો હિસ્સો જે 1960-61માં 10.5% હતો, તે હવે ઘટીને માત્ર 5.6% થઈ ગયો છે. એટલું જ નહીં, અહીં માથાદીઠ સરેરાશ આવક પણ રાષ્ટ્રીય સરેરાશના 83.7% પર આવી ગઈ છે, જે પહેલાં 127.5% હતી. તેની માથાદીઠ આવક પછાત ગણાતા રાજ્ય રાજસ્થાન અને ઓરિસ્સા કરતાં પણ ઓછી છે.
ગુજરાતની માથાદીઠ આવક પણ છેલ્લા બે દાયકાથી સતત વધી છે. જે 1990-91માં 103.9 ટકા હતી. જે વધી 2023-24માં 160.7 ટકા થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુની માથાદીઠ આવક વધી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની માથાદીઠ આવક ઘટી છે.
પશ્ચિમ બંગાળના આ આંકડા ચિંતાજનક છે, કારણ કે રાજ્યમાં માથાદીઠ આવકનું સ્તર રાજસ્થાન અને ઓડિશા જેવા પરંપરાગત રીતે પછાત રાજ્યો કરતા ઓછું છે. તેની પ્રારંભિક આર્થિક તાકાત હોવા છતાં, પશ્ચિમ બંગાળમાં સતત અને આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. બંગાળને બાદ કરતાં અન્ય દરિયાકાંઠાના રાજ્યોએ દેશના અન્ય રાજ્યો કરતાં સારું પ્રદર્શન કર્યું છે.

બિહારની સ્થિતિ સુધરી, મહારાષ્ટ્રને અહીં આંચકો લાગ્યો

રિપોર્ટમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ દયનીય ગણાવવામાં આવી છે, જ્યારે બિહારના આંકડા રાહતરૂપ છે કારણ કે છેલ્લા બે દાયકામાં તેની સ્થિતિ સ્થિર રહી છે. આ હોવા છતાં, તે હજી પણ અન્ય રાજ્યોથી ખૂબ પાછળ છે, તેણે ખૂબ જ ઝડપથી વિકાસ કરવો પડશે. દેશનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં, GDPમાં તેનું યોગદાન 4.3% છે. આ સિવાય GDPમાં ઉત્તર પ્રદેશનું યોગદાન 1960-61માં 14% થી ઘટીને 9.5% થઈ ગયું છે.

Tags: EAC-PM reportgujarat
Previous Post

મૃત્યુનોંધ 18-09-24

Next Post

ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો : ત્રણ માસૂમના જીવ લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો : ત્રણ માસૂમના જીવ લીધા

ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો : ત્રણ માસૂમના જીવ લીધા

કેરળમાં મંકીપોક્સનો દર્દી મળ્યો

કેરળમાં મંકીપોક્સનો દર્દી મળ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.