બુધવારની રાત્રે 8 વાગ્યે બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓએ ગોળીબાર પણ કર્યો હતો. લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. આ પછી અહીં તણાવ છે. ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે.
મામલો નવાદા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદૌરની કૃષ્ણ નગર દલિત કોલોનીનો છે. અનેક પશુઓ પણ સળગી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને રાખ થઈ ગયો હતો.આ કાચા ઘરો બનેલા હતા.
ઘટનાનું કારણ જમીન વિવાદ છે. દલિત પરિવારોની ગામમાં મોટી જમીન છે. આ જમીન બાબતે સામે પક્ષે તકરાર ચાલી રહી છે. તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારની મોડી સાંજે ગુંડાઓએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી અને ગોળીબાર કર્યો હતો.