ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, શેરબજારે આજે સતત બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે ઓલટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,684ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 25,587ના સ્તરને સ્પર્શ્યો હતો.
ફેડરલ રિઝર્વે ચાર વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એવી અપેક્ષા હતી કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે, પરંતુ તેણે અપેક્ષા કરતાં વધુ વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આનાથી બજારને ટેકો મળ્યો છે. એશિયન માર્કેટમાં18 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.25% ઘટીને 41,503ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 0.31% ઘટીને 17,573 પર બંધ રહ્યો હતો. S&P 500 0.29% ઘટ્યો.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 18 સપ્ટેમ્બરે રૂ. 1,153.69 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ પણ રૂ. 152.31 કરોડના શેર ખરીદ્યા હતા.