રાજ્યના નવસારીમાંથી દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નવસારીના વિજલપોરમાં ફ્રેટ કોરિડોર ટ્રેનની અડફેટે આવતા બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને યુવક ઘરની પાસે આવેલી રેલ્વે ટ્રેક પર બેસીને વાતો કરતા હતા, ત્યાં અચાનક ટ્રેન આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે મૃતકોની ઓળખ રામજન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ તરીકે કરી હતી.બંને યુવક મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. રેલ્વે અને ટાઉન પોલીસે બન્નેના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા.