લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પર પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ કરી હુમલા કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલ પર સાઈબર હુમલાના સમાચાર છે. સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે ઇઝરાયેલના ફોન અચાનક મધરાતે રણકવા લાગ્યા. તેમના પર ઈમરજન્સી મેસેજ આવવા લાગ્યા.સંદેશમાં ઈઝરાયલીઓને સલામત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
ઈઝરાયેલના અધિકારીઓ આવા સંદેશાઓની તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈરાની હેકર્સ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે. ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર દેશમાં ઇઝરાયેલીઓને બુધવારે મોડી રાત્રે નકલી “ઇમરજન્સી એલર્ટ” સંદેશા મળ્યા હતા. જેમાં તેઓ જ્યાં હતા ત્યાંથી નીકળીને સલામત વિસ્તારમાં જવાનું કહેવામાં આવ્યું હતું.
સંદેશો વ્યાપકપણે પ્રસારિત થયા પછી, KAN ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે તેની પાછળ ઈરાનનો હાથ હોવાની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ઇઝરાયેલની સેના IDFએ આવા સંદેશાઓને નકલી ગણાવ્યા અને કહ્યું કે તેઓએ ઇઝરાયેલને આવો કોઇ સંદેશો મોકલ્યો નથી. આ સાયબર હુમલો હોઈ શકે છે. “ઇમરજન્સી જાહેર કરતો સંદેશ અમારા દ્વારા મોકલવામાં આવ્યો ન હતો. હોમ ફ્રન્ટ કમાન્ડની સંરક્ષણ નીતિમાં કોઈ ફેરફાર નથી,” IDF નિવેદનમાં જણાવાયું છે.