સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈના ઈલેક્ટ્રોનિક ગેજેટમાં બાળકો સામે થતા જાતીય અપરાધો સાથે સંબંધિત વિડિયો ડાઉનલોડ/જોવા/રાખવા એ પણ ગુનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઁર્ંઝ્રર્જીં એક્ટની કલમ ૧૫ (૧) હેઠળ ગુનો ગણવામાં આવશે.સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ કેસને એમ કહીને રદ્દ કરી દીધો હતો કે તે માત્ર ચાઈલ્ડ પોર્ન પોતાની પાસે રાખે છે. તેને ફોરવર્ડ કરવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઁર્ંઝ્રર્જીં એક્ટમાં ફેરફાર કરવા અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને ‘બાળકના જાતીય અપમાનજનક અને શોષણાત્મક સામગ્રી’ સાથે બદલવા માટે વટહુકમ લાવવાની સલાહ આપી છે.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈના ઈલેક્ટ્રોનિક ગેજેટમાં બાળકો સામે થતા જાતીય અપરાધો સાથે સંબંધિત વિડિયો ડાઉનલોડ/જોવા/રાખવા એ પણ ગુનો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઁર્ંઝ્રર્જીં એક્ટની કલમ ૧૫ (૧) હેઠળ ગુનો ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આવો વિડિયો પ્રકાશિત કરવાનો કે અન્ય કોઈને મોકલવાનો ઈરાદો ન રાખે તો પણ તેને ઁર્ંઝ્રર્જીં એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવશે.