વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલે સુરનકોટમાં કહ્યું હતું કે PM મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો છે. આજે વિપક્ષો તેમની પાસેથી જે પણ કરાવવા માગે છે એ પૂર્ણ કરે છે. ભાજપ ભાઈઓને લડાવે છે. પહેલાં 56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલાં જેવા નથી રહ્યા. હું લોકસભામાં તેમની સામે ઊભો છું. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તેમનો આત્મવિશ્વાસ ગયો. તેઓ કાયદો લાવે છે, અમે તેમની સામે ઊભા છીએ, તેઓ કાયદો પસાર કરાવવામાં સક્ષમ નથી.
રાહુલે કહ્યું હતું કે અમે મોદીજીના મનોવિજ્ઞાનને તોડી નાખ્યું છે. તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે જે નરેન્દ્ર મોદી પહેલાં હતા એ હવે રહ્યા નથી. ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે હું બોયોલોજિકલ નથી, મતલબ કે મારું સીધું જોડાણ ઉપર છે, હું સીધી વાત કરું છું. આ દર્શાવે છે કે તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે.