વડોદરામાં મોડી રાત્રે પવનના સુસવાટા અને વીજળીના પ્રચંડ કડાકા- ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. ભારે પવનના કારણે, વૃક્ષો, હોલ્ડિંગ જમીન દોસ્ત થવાની સાથે વીજળી પણ ડૂલ થઈ હતી. ભાદરવાની અસહ્ય ગરમી બાદ વડોદરામાં મોડી રાત્રે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
વરસાદના કારણે ગરબા આયોજકો દ્વારા માટી નાખીને તૈયાર કરેલા ગ્રાઉન્ડ ધોવાયા છે. તો કેટલાક ગરબા આયોજકો દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ તાલપત્રી મૂકી દીધી હતી. ભારે પવનથી વિવિધ વિસ્તારોમાં લાગેલા હોર્ડિગ્સો અને વૃક્ષો જમીનદોસ્ત થયા હતા તો અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા હતાં. ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.