Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ

ર8 બ્લોકમાં ક્રુડ તેલ શોધવા વેદાંતા અને સનફાર્મા ગ્રુપની કંપની સન પેટ્રોકેમીકલ પણ સામેલ

dharmendravaghela by dharmendravaghela
2024-09-24 11:56:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વિકાસની એક વિશાળ તક સર્જાય તેવા સંકેત છે. દેશની ટોચની ઓઇલ ઉત્પાદક સરકારી જાહેર સાહસ ઓઇલ એન્ડ ગેસ કમીશન એ સૌરાષ્ટ્ર બેસીન તરીકે ઓળખાતા દરિયાઇ ક્ષેત્રમાં તેલ શોધ (ક્રુડ ઓઇલ) માટે ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને બ્રિટનની બીપી કંપની સાથે હાથ મિલાવ્યા છે.
સૌરાષ્ટ્ર બેસીન તરીકે અથવા તો વેસ્ટર્ન ઓફશોર તરીકે ઓળખાતા વિસ્તારમાં બ્લોક-જીએસ-ઓએસએસપી- 2022/2 ક્ષેત્રમાં ઓપન એક્રેજ લાયસેનીંગ પોલીસી હેઠળ 28 બ્લોક માટે બીડની તૈયારી થઇ છે અને તેમાં વેદાંતાની સાથે સ્પર્ધામાં આ ઓએનજીસી, રિલાયન્સ અને બીપી સંયુકત રીતે બીડ કરશે. વેદાંતાએ તમામ 28 બ્લોક માટે બીડ કરી દીધી છે અને અત્યાર સુધીમાં કુલ 60 બીડ મળી છે.
જેમાં ભારતમાં ફાર્મા ક્ષેત્ર જાણીતી કં5ની સનફાર્માના માલિક દિલીપ સંઘવી એ સન પેટ્રો કેમીકલ્સ નામની નવી કં5ની પણ મારફત બીડ કરવા નિર્ણય લીધો છે. ઓએનજીસી 19 બીડ કરી છે અને તેણે રિલાયન્સ અને બીપી સાથે હાથ મિલાવ્યા છે અને તેમાં ચાર બીડ સંયુકત રીતે કરવામાં આવી છે. સૌથી મહત્વનું એ છે કે બોમ્બે હાઇ તરીકે ઓળખાતા વિસ્તારમાં લાંબા સમયથી ક્રુડ ઓઇલ સારકામ ચાલુ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ગોદાવરી બેસીનમાં પણ હાલમાં જ ક્રુડ તેલના નવા ભંડાર મળી આવ્યા છે અને તે બાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ક્ષેત્રમાં આ પ્રકારે ક્રુડ ઓઇલનું શારકામ એ આગામી સમયમાં ભારતમાં ક્રુડ તેલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાને પણ સામેલ કરી દે તો આશ્ચર્ય થશે નહીં.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે રિલાયન્સ અને રશીયન કંપની નયારાની રિફાઇનરી આવેલી છે અને તે વિદેશથી આવતા ક્રુડ તેલનું રિફાઇન કરીને પેટ્રોલ-ડિઝલ અને કેમીકલ સહિતનું ઉત્પાદન કરે છે.

શું છે સૌરાષ્ટ્ર બેસીન ? મુંબઇથી કચ્છ સુધીના દરિયાઇ લાઇનના પેટાળમાં ખનીજોનો ભંડાર હોવાની શકયતા

હાલમાં જ આઇઆઇટી મુંબઇ અને રાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન અધ્યન કેન્દ્ર તિરૂવંતપુરમની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર બેસીનના દરિયાઇ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સંશોધન કરવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ તેના તળમાં જે ખનીજ સહિતના પદાર્થો છે તે અંગે માહિતી મેળવવામાં આવી હતી પશ્ચિમ ભારતમાં અને ગુજરાતના પશ્ચિમમાં મુંબઇ તટ રેખાથી ઉતરમાં સૌરાષ્ટ્ર બેસીન સમુદ્ર અને જમીન બંનેનું 2.40 લાખ વર્ગ કિ.મી.નો ક્ષેત્ર છે અને તેનો મોટો ભાગ જવાળામુખીના ખડકોમાં દબાયેલો છે. જેને ડેકકન ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે.
66 મીલીયન વર્ષ પહેલા પશ્ચિમી ઘાટ પર જવાળામુખી વિસ્ફોટો થયા હતા અને તેના કારણે જવાળામુખીની રાખ અને ખડકોનું સર્જન થયું હતું અને 100 બીલીયન વર્ષ પહેલા મેડાગાસ્કરથી એક કુદરતી પ્રક્રિયા મારફત ભારત અલગ થયું અને ભારતનું પશ્ચિમી કિનારા એક મજબુત વિસ્તાર બની ગયો છે. ડેકકન જવાળામુખી વિસ્ફોટકે સૌરાષ્ટ્ર બેસીનના એક મોટા ક્ષેત્રને કવર કર્યુ છે અને તેેને કારણે આ ક્ષેત્રમાં ખનીજની સંઘરચના ખુબ જ મોટા પ્રમાણમાં હોય તેવી શકયતા છે અને ભવિષ્ય યુરેનીયમ-થોડીયમ પણ મળી શકે છે.

Tags: indiaongc raliance & bp bid for oilfieldsaurastra basin
Previous Post

સેન્સેક્સ પ્રથમ વખત 85000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

Next Post

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ

UPSRTC બસોના FASTag હેક

UPSRTC બસોના FASTag હેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.