સુરતમાં બસ ડ્રાઈવરે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવી છે.
15 મી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી તેના બહેનના ઘરે જવા નીકળી હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે ટિકિટ કન્ફર્મેશન માટે મહિલાનો નંબર માંગ્યો હતો. મહિલા બહેનના ઘરે પહોંચ્યા બાદ બસ ડ્રાઇવર વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ કરવાની માગણી કરી હતી. બહેનને મળ્યા બાદ 16 મીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી. 0022 નંબરની આ બસમાં ડ્રાઇવર સીટની પાછળ સ્લીપિંગ કોચમાં આ મહિલા બેઠી હતી. રાત્રે બે વાગ્યે બે ડ્રાઇવર પૈકીનો એક ડ્રાઇવર કોચમાં પ્રવેશ્યો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરિણીતાએ સુરત ( પહોંચી તમામ બનાવવાની વિગતો પોતાના પતિને જણાવી હતી. જેથી પતિએ સ્વજનો સાથે જઈને બસ ડ્રાઇવરની તપાસ કરી પરંતું તે મળી આવ્યો નહોતો જેથી પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે નંબરથી ફ્રેન્ડશિપ માટે ફોન આવતો હતો તે નંબરની શોધ પણ શરૂ કરી દીધી છે. અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે.