કચ્છના ખાવડા બોર્ડર પરથી એક જમ્મુ કાશ્મીરના શખ્સને બીએસએફના જવાને ઝડપી પાડ્યો છે. કચ્છ સ્થિત બોર્ડરમાંથી ઘુસણખોરી કરીને પાકિસ્તાન જવા માગતો હતો.
યુવાનની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે,પાકિસ્તાનમાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા જવાના પ્લાનથી કચ્છ આવ્યો હતો અને કચ્છ સ્થિત બોર્ડરમાંથી ઘુસણખોરી કરીને પાકિસ્તાન જવા માગતો હતો. આ યુવાન થોડો અસ્થિર મગજનો હોવાનો પણ સામે આવ્યું છે. આ બાબતે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. પૂછપરછમાં આ શખ્સનું નામ ઈમ્તિયાજ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલો ઈમ્તિયાજ મુળ જમ્મુ કાશ્મીરનો વતની છે અને તે કચ્છથી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવા માગતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો.