Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં વીજળીના કડાકા સાથે ચાર ઈંચ વરસાદ

અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2024-09-26 12:25:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં બુધવારે ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. આ વરસાદમાં સુરતના કાદરસાહની નાળ અને સંગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં. જેના કારણે શાળાનાં બાળકો ફસાઈ ગયાં હતાં. ફાયર વિભાગે સમયસર રેસ્ક્યૂ હાથ ધરીને તમામ બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતાં..હવામાન વિભાગે દ્વારા હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલ પાણી-પાણી થઈ ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયાં છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર, આરએમઓ ઓફિસ, લેબોરેટરીમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓપીડી તેમજ પેસેજ અને વોર્ડમાં પાણી ભરાતાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતાં સવાલો ઊભા થયા છે.
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆતની સાથે વાદળો છવાયાં હતાં. અમદાવાદમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. પૂર્વ વિસ્તારમાં નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે. જેને પગલે ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળશે. બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તે ધીમું પડી ગયું છે. પરંતુ હાલમાં ગુજરાત પર 16 ડિગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને કારણે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Tags: heavy rainsurat
Previous Post

પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઈ રહેલો યુવક ખાવડા બોર્ડરથી ઝડપાયો

Next Post

રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો

રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો

અમેરિકામાં ફરી મંદિર પર હુમલો, ‘હિન્દુ પાછા જાઓ’ના સૂત્રો લખાયા

અમેરિકામાં ફરી મંદિર પર હુમલો, 'હિન્દુ પાછા જાઓ'ના સૂત્રો લખાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.