નવરાત્રિની ઉજવણીમાં પણ વિધર્મી લોકોના પ્રવેશને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આયોજકોને ધમકીઓ આપવામાં આવી છે. ધમકીઓ વચ્ચે સુરત શહેર પોલીસ કમિશનર (CP)એ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ સંસ્થાને લાગે છે કે કોઈ પણ જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે, તો બાબતે પોલીસને જાણ કરે. કાયદો હાથમાં ન લે અથવા તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે. અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, કોઈ દીકરી સાથે ખોટું ન થાય તે જોવાનું કામ સુરત પોલીસનું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ જણાવ્યું કે, સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા આયોજનોના આઈપી એડ્રેસ લઈને તમામ ઈવેન્ટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ (AI)ની મદદથી જાણી શકાશે કે કઈ ઈવેન્ટમાં કેટલી ભીડ આવી છે.