Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 11:45:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

માણેકચોકમાં બુલિયનના ટ્રેડર્સ સાથે બે ગઠિયાઓએ આબાદ છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓ ટ્રેડર્સ પાસેથી રૂપિયા ૧.૬૦ કરોડની કિંમતનું ૨૧૦૦ ગ્રામ સોનુ સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવીને ૫૦૦ની દરની ૧.૩૦ કરોડની રકમ આપીને બાકીના ૩૦ કરોડ રૂપિયા લેવા જવાનું કહીન ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા ૧.૩૦ કરોડની રકમ પેટે ચુકવેલી તમામ રૂપિયા ૫૦૦ના દરની તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યુ હતું. એટલું જ નહી આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રહલાદનગરમાં આવેલા પુષ્પક હિલ બંગ્લોઝમાં રહેતા મેહુલભાઇ ઠક્કર માણેકચોકમાં સોના-ચાંદીનો વ્યવસાય કરે છે. ગત ૨૩મી સપ્ટેમ્બરના રોજ તેમને સીજી રોડ પર આવેલા લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો કે તેમને ૨૧૦૦ ગ્રામ સોનું ખરીદીને સીધા પાર્ટીને સપ્લાય કરવાનું છે. મેહુલભાઇએ ૨૧૦૦ ગ્રામ સોનાનો સોદો ૧.૬૦ કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો.
બીજા દિવસે પ્રશાંત પટેલે કહ્યું હતું કે, સોનાની ડીલેવરી પાર્ટીને તાત્કાલિક જોઇએ છે. તે આરટીજીએસથી નાણાં આપી શકે તેમ નથી પંરતુ, સિક્યોરીટી પેટે રૂપિયા ૧.૬૦ કરોડ રોકડા આપશે. બીજા દિવસે આરટીજીએસ દ્વારા ૧.૬૦ કરોડ આપીને સિક્યોરીટી પેટે આપેલી રકમ પરત લઇ લેશે. સોનું લેવા માટે પાર્ટી સીજી રોડ પર આનંદ મંગલ કોમ્પલેક્ષ વિભાગ-૧માં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીની ઓફિસ પર આવશે. ત્યાંથી જ ૧.૬૦ કરોડની રોકડ આપશે. જેથી મેહુલભાઇએ તેમના એક કર્મચારીને ૨૧૦૦ ગ્રામ સોના સાથે આંગડિયા પેઢીની ઓફિસ પર મોકલ્યા હતા.જ્યાં ત્રણ લોકો હાજર હતા અને રૂપિયા ૫૦૦ના નોટોના ૨૬ જેટલા બંડલ ટેબલ પર પારદર્શક પ્લાસ્ટીકથી ઢાંક્યા હતા.
ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ નાણાં ગણવાનું મશીન લઇને આવ્યો હતો અને બે વ્યક્તિ સોનું લેવા માટે આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે, આ ૧.૩૦ કરોડની રોકડ છે. તમે ૨૧૦૦ ગ્રામ સોનું આપો એટલે હું બાજુમાંથી ૩૦ લાખ લાખ લઇને આવીને તમને ચુકવી આપું. જેથી બુલિયન ટ્રેડર્સના કર્મચારીએ તેમને ૨૧૦૦ ગ્રામના સોનાના બાર આપી દીધા હતા. તે લઇને એક વ્યક્તિ ૩૦ લાખ લેવાનું કહીને બહાર ગયો હતો અને બીજા વ્યક્તિએ કહ્યું હતું કે તમે નાણાં ગણી લો ત્યાં સુધીમાં હું બાથરૂમ જઇને આવું છે. પરંતુ, જ્યારે પ્લાસ્ટીકની કોથળી હટાવીને જોયું તો રૂપિયા ૫૦૦ની તમામ નોટો બનાવટી હતી.
મશીન સાથે આવેલી વ્યક્તિની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે નાણાં ગણવાના મશીનનો વ્યવસાય કરે છે. જેથી મશીનની ખરીદી કરવાની હોવાનું કહીને તેને બોલાવ્યો હતો. આમ, બંને ગઠિયા ૧.૬૦ કરોડનું સોનું લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન એન દેસાઇએ જણાવ્યું કે આરોપીઓએ છેતરપિંડીથી સોનુ મેળવવા માટે પ્લાન કર્યો હતો. જેમાં તેમણે બનાવટી આંગડિયા ઓફિસ પણ તૈયાર કરી હતી અને બનાવટી નોટો પણ મોટા પ્રમાણમાં મુકી હતી. લક્ષ્મી જ્વેલર્સમાં જ્યારે મેનેજરને બે ગઠિયાઓ મળવા માટે ગયા હતા. તે સમયના સીસીટીવીને ફુટેજને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી ગેંગ અંગે તપાસ કરીને કડી મેળવવામાં આવી રહી છે.

Tags: Ahmedabadduplicete noteFraudgold
Previous Post

ઇઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો છો઼ડી : 6 ઇમારત ધરાશાયી, 2ના મોત;

Next Post

દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર સીબીઆઇના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર સીબીઆઇના દરોડા

દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર સીબીઆઇના દરોડા

હિમાચલ – કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

હિમાચલ - કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.