Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ પર બીજા હુમલાની ઈરાને આપી ચેતવણી

અમારી પાસે યોજના છે અને અમારી ઈચ્છા મુજબ સમય અને સ્થળ નક્કી કરીને કાર્યવાહી કરીશું : ઈઝરાયલ

dharmendravaghela by dharmendravaghela
2024-10-02 11:25:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર 180થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે સમય આવવા પર જવાબ આપશે. પરંતુ હજુ પણ ઈરાનની હિંમત ઓછી થતી જણાતી નથી. તેણે ધમકી આપી છે કે જો ઈઝરાયલ જવાબ આપશે તો તેઓ બીજો હુમલો કરશે. આ હુમલાઓ સમગ્ર ઇઝરાયલ પર 30 મિનિટ સુધી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહેવામાં આવ્યું હતું.
હુમલા બાદ ઈરાને કહ્યું કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે. હકીકતમાં, 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. ઈઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ હુમલાના પરિણામો આવશે. અમારી પાસે યોજના છે અને અમારી ઈચ્છા મુજબ સમય અને સ્થળ નક્કી કરીને કાર્યવાહી કરીશું. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકી સેનાને ઇઝરાયલની મદદ કરવાનું કહ્યું.અમેરિકાએ સાંજે 7 વાગ્યે ઈરાન પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ ઈરાનને કહ્યું હતું કે જો તે હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘ઈરાને આજે રાત્રે એક મોટી ભૂલ કરી છે અને તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.’

જિંદા યા મુર્દા…નેતન્યાહૂ પર ‘પોસ્ટર મિસાઈલ’નો પ્રહાર : નેતન્યાહૂએ પણ આપી ધમકી

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી હતી, હવે તેના વિરુદ્ધ એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે. જે રીતે ઈઝરાયલે હિઝબુલ્લાહ કમાન્ડરોનું પોસ્ટર બહાર પાડ્યું હતું, તેવી જ રીતે હવે ઈરાન સરકારે પણ પોસ્ટર બહાર પાડ્યું છે. જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નામ ટોચ પર છે. જેમાં લખવામાં આવ્યું છે- ‘આખી સરકાર, જિંદા યા મુર્દા…આ ઈરાની ગુપ્ત મંત્રાલય દ્વારા વોન્ટેટ છે’ ઈરાન દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ઈઝરાયલના ‘આતંકવાદીઓ’ની યાદી. જે ઈરાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટરમાં સૌથી ઉપર પીએમ બેન્જામિન નેતન્યાહૂનો ફોટો છે.
ઈરાન દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં નીચે ઈઝરાયલી એરફોર્સના કમાન્ડર, નેવીના કમાન્ડર, ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, મિલિટરી ઈન્ટેલિજન્સ હેડ, નોર્ધન કમાન્ડના વડા, સેન્ટ્રલ કમાન્ડના વડા અને દક્ષિણી કમાન્ડના વડાનું નામ અને ફોટો દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કુલ 11 લોકોનાં નામ અને ફોટોઝ છે, જે તમામને ઈરાને તેમના પોસ્ટરમાં ઈઝરાયલના ‘આતંકવાદી’ કહ્યા છે.ઈરાને જે લોકોને પોસ્ટરમાં વોન્ટેડ તરીકે સામેલ કર્યા છે, તેઓ જ વાસ્તવમાં ઈઝરાયલની અસલી તાકાત છે. પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પછી ઈઝરાયલના નૌકાદળ, જમીન અને વાયુ સેના સાથે જોડાયેલા કમાન્ડરોને ઈરાન આતંકવાદી ગણાવી રહ્યું છે અને તેમને જીવિત કે મૃત ઇચ્છે છે

Tags: 2nd attackiran warning to israel
Previous Post

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ: બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત

Next Post

અમદાવાદ : નવરાત્રિ આયોજન માટે પોલીસને 82 અરજી મળી પણ એકેયને પરવાનગી આપી નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે, પારદર્શક કપડાં પહેરીને આવનાર ખેલૈયાને પ્રવેશ નહીં

અમદાવાદ : નવરાત્રિ આયોજન માટે પોલીસને 82 અરજી મળી પણ એકેયને પરવાનગી આપી નથી

હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.