Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરબામાં રમવા ગયેલી ધોરણ-9ની બે સગીરાઓ લાપત્તા

કિશોરીઓનો ફોન પણ બંધ આવ્યો : ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-10-07 11:42:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓ સલમાત છે કે અસલામત? ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. ગાંધીનગર શહેરના સરગાસણ ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ટયુશન ક્લાસીસના ગરબામાં ગયેલી બે સગીરા લાપત્તા થઈ જતા દોડધામ મચી ગઈ છે.
પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. દીકરીઓને એકલી ગરબામાં મોકલતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતી સગીરા ધોરણ નવમાં અભ્યાસ કરે છે ત્યારે નવરાત્રી હોવાથી જે ટયુશનમાં અભ્યાસ કરતી હતી તેના સંચાલકો દ્વારા સરગાસણ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગઈકાલે સગીરાના પિતા તેણીને પાર્ટી પ્લોટના દરવાજા સાંજે ૮ વાગે મૂકીને નીકળી ગયા હતા તે વખતે તેણીએ તેના પિતાને કહ્યું હતું કે, તેની અમદાવાદ ખાતે રહેતી ફ્રેન્ડ પણ આવવાની છે અને ગરબા પુરા થાય એટલે ૧૦ વાગે લેવા માટે આવજો તેમ કહ્યું હતું. પિતા પહોંચ્યા ત્યારે તેમની દીકરીને ફોન કર્યો હતો અને તે બંધ આવતો હતો. આ દરમિયાન દીકરીની ફ્રેન્ડના પિતાને પણ ફોન કરતા તેઓ પણ તેણીને લેવા માટે ગેટ ઉપર ઉભા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને સગીરાના પિતા દ્વારા તેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી, પરંતુ આ સગીરાઓનો કોઈ જ પતો લાગ્યો ન હતો.
રાતે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને સગીરાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ સગીરાઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને ગરબામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Tags: bala missinggandhinagar policesaragasan
Previous Post

પાકિસ્તાનના જિન્નાહ એરપોર્ટ નજીક વિસ્ફોટ; ત્રણ વિદેશી નાગરિકોના મોત : 17 અન્ય ઘાયલ

Next Post

વડોદરા સામૂહિક દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વડોદરા સામૂહિક દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા

વડોદરા સામૂહિક દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત : 4ના મોત

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત : 4ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.