ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.
દુષ્કર્મના આરોપીઓમાં ઉત્તરપ્રદેશના 3 વિધર્મી છે. આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતા તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું અને 3 નરાધમો સહિત તમામ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.