Thursday, September 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ 20 હજારની લાલચ આપી બનાવે છે ટાર્ગેટ

dharmendravaghela by dharmendravaghela
2024-10-10 11:16:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક દેશમાંથી બીજા દેશમાં મોટા ભાગે સોનાની કે ડ્રગ્સની દાણચોરી અંગે સાંભળવા મળે છે. પરંતુ સુરતમાંથી કતાર અને દુબઈમાં પ્રતિબંધિત એવી એબોર્શનની દવાની દાણચોરીનું રેકેટ સામે આવ્યું છે. આ રેકેટ ચલાવવા માટે મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ ડોલર અને કોસ્મેટિક મોકલવાના નામે ગરીબ મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરે છે. તાજેતરમાં જ આ મામલે સુરતની બે મુસ્લિમ મહિલાની પ્રતિબંધિત દવાઓ લાવવા આરોપસર કતાર એરપોર્ટ બહાર ધરપકડ કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આ કામ માટે ગરીબ ઘરની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. રેકેટમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કતારની જેલમાં કેદ બે મહિલામાંથી એકની બહેને જણાવ્યું હતું કે, બન્ને બહેનો સુરતના સૈયદપુરા-રામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે. પોતે સીવણ કામ કરે છે અને માતા શાકભાજીનું વેચાણ કરે છે. ઘરની પરિસ્થિતિ ખરાબ છે. છેલ્લા ત્રણ મહિનાથી વીજળીનું બીલ અને ભાડા ભરવા માટે પણ પૈસા નહોંતા. આ વચ્ચે તેમના નાનપણની બહેનપણી શબનમે તેમને જણાવ્યું હતું કે, તેમના એક ઓળખીતા અન્નાભાઈ કે જેઓ મુંબઈ રહે છે, તેઓ ગરીબ મહિલાઓને કતાર મોકલે છે અને 15 હજાર રૂપિયા આપે છે.
આ મહિલાઓને માત્ર ત્યાં કતાર જઈને જે ડોલર તેમને આપવામાં આવ્યા છે, તે ત્યાં સુપ્રત કરવાના હોય છે. આ માટે તેઓને 15 હજાર રૂપિયા આપે છે, પણ તમને 20 હજાર આપશે. આ માટે પાસપોર્ટ અને વિઝા તમામની વ્યવસ્થા અન્નાભાઈ કરીને આપે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ કામ માટે શબનમબેને કતારની જેલમાં કેદ મહિલા અને તેની માતાને કહ્યું હતું, પરંતુ તે સમયે બન્નેએ ના પાડી દીધી. જે બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતાં આફરિન આ કામ માટે તૈયાર થઈ ગઈ હતી.

Tags: qatar airportsurat's 2 muslim women arrest
Previous Post

કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે : PM મોદી

Next Post

અમદાવાદમાં 28 લાખની લૂંટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
અમદાવાદમાં 28 લાખની લૂંટ

અમદાવાદમાં 28 લાખની લૂંટ

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.