ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના નિધન બાદ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ગુરૂવારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ વાત પર ચર્ચા થઇ કે રતન ટાટાના નામનો ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવો જોઇએ. કેબિનેટ બેઠક દરમિયાન રતન ટાટાની યાદમાં શોક પ્રસ્તાવ પણ પ્રસાર કરવામાં આવ્યો હતો.
શિવસેના શિંદે જૂથે રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. શિવસેનાના નેતા અને મુખ્યમંત્રીની નજીક રહેલા રાહુલ કનાલે પત્ર લખીને આ માંગ કરી છે કે ભારત રત્ન માટે રાજ્ય સરકાર રતન ટાટાનું નામ પ્રસ્તાવિત કરે. મહારાષ્ટ્ર કેબિનેટમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.