ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે. અમેરિકાએ ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે કહ્યું- કેનેડાઓ ભારત પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા સાથે મળીને તપાસમાં મદદ કરે. ભારતે આજ સુધી આવું કર્યું નથી.
આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમ ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું.
અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ અને RAW એજન્સીએ મળીને કેનેડામાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ખાલિસ્તાની આતંકવાદીઓને હુમલો કરવાની મંજૂરી આપી હતી. વોશિંગ્ટન પોસ્ટે કેનેડાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ કેનેડા પ્રવાસની મંજૂરીનાં બદલામાં ગુપ્ત માહિતી આપવા માટે ઘણા લોકોને દબાણ કરતા હતા.
આ કાર્યનું નેતૃત્વ કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય વર્માએ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, 12 ઓક્ટોબરે કેનેડાના NSAએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ આ અંગેની એક બેઠકમાં જાણ કરી હતી. કેનેડિયન પોલીસે જણાવ્યું કે, ભારતીય એજન્ટોએ ઘણી માહિતી એકઠી કરી હતી