કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે તમામ વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીથી NSG કમાન્ડોને હટાવી લેવામાં આવે કેમ કે તેમનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરોધી અભિયાનો માટે કરવામાં આવશે. જે વીઆઈપી લોકોને ખૂબ વધુ જોખમ છે, તેમની સિક્યોરિટીની કમાન હવે CRPFના હવાલે હશે. આગામી મહિનાથી આદેશ લાગુ થઈ જશે.
સંસદની સુરક્ષાથી સેવામુક્ત થયેલા CRPF જવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ અપાવીને તેમને સીઆરપીએફ વીઆઈપી સિક્યોરિટી વિંગમાં મોકલવામાં આવ્યા છે. આ માટે નવી બટાલિયન બનાવવામાં આવી છે. હવે આ જવાન વીઆઈપીની સુરક્ષા કરશે. અત્યારે 9 જેડ-પ્લસ કેટેગરીના વીઆઈપી છે, જેની સિક્યોરિટી NSG ના બ્લેક કેટ કમાન્ડો કરે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ, એનસી નેતા ફારુક અબ્દુલ્લાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ. હવે આમની પાસેથી એનએસજી કમાન્ડો હટી જશે. સીઆરપીએફ સિક્યોરિટી વિંગ કમાન સંભાળશે.
સીઆરપીએફની પાસે પહેલેથી છ વીઆઈપી સિક્યોરિટી બટાલિયન હાજર છે. નવી બટાલિયનની સાથે આ સાત થઈ જશે. નવી બટાલિયન થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. હવે આ કાર્ય CISFને સોંપવામાં આવ્યું છે. NSG સિક્યોરિટી વાળા 9 વીઆઈપીમાંથી બે એટલે કે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથની પાસે એડવાન્સ્ડ સિક્યોરિટી લાઈસન (ASL) પ્રોટોકોલ છે. જેને હવે સીઆરપીએફે ટેકઓવર કરી લીધું છે. ASL એટલે કે કોઈ વીઆઈપીના કોઈ સ્થળે પહોંચ્યા પહેલા તે સ્થળની શોધખોળ, સિક્યોરિટી તપાસ, લોકેશન વગેરેની સુરક્ષા તપાસવામાં આવે છે. સીઆરપીએફ હવે આ તમામ કાર્ય આ બંને નેતાઓ માટે કરશે. આ પહેલા સીઆરપીએફ અત્યાર સુધી ASL નું કાર્ય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને ગાંધી પરિવારના ત્રણેય સભ્ય માટે કરતી હતી.
2012 થી ચાલી રહી હતી આ બાબતની તૈયારી
દેશમાં સતત થઈ રહેલા આતંકી હુમલાની વચ્ચે વીઆઈપીની સિક્યોરિટી તણાવનો વિષય છે. ખૂબ વિચારી કર્યા બાદ સીઆરપીએફના સિક્યોરિટી વિંગને વીઆઈપી સુરક્ષામાં તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખાસ ટ્રેનિંગ બાદ NSGને હવે આતંકવાદ વિરોધી મિશનમાં જ તહેનાત કરવામાં આવશે. સરકારની યોજના છે કે એનએસજી કમાન્ડોમાંથી પસંદ કરાયેલા જવાનોની ખાસ એલીટ ફોર્સ બનાવવામાં આવશે. જેને સ્ટ્રાઈક ટીમ કહેવામાં આવશે. જેથી હાઈ-રિસ્ક એરિયાની સિક્યોરિટી કે આતંકી હુમલાનો જવાબ આપવા લાયક ટીમ બની શકે. આ ટીમ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના તમામ મહત્ત્વપૂર્ણ ઈમારતોની સુરક્ષા પણ કરશે. એનએસજીને બે દાયકા પહેલા વીઆઈપી સિક્યોરિટીમાં લગાવવામાં આવી હતી.