બોગસ સેલ કંપનીના કેસમાં હવે EDની એન્ટ્રી થઇ છે. ગુજરાતમાં 23 જગ્યાએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં EDએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનારમાં EDએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. અનેક આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ તપાસ હાથ ધરી છે.