Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો

રિટેલ ફુગાવો દિલ્હીમાં સૌથી ઓછો જયારે બિહારમાં સૌથી વધુ

dharmendravaghela by dharmendravaghela
2024-10-19 11:51:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તાજેતરના આંકડા દર્શાવે છે કે બિહારમાં સળંગ ત્રીજા મહિને સપ્ટેમ્બરમાં સૌથી વધુ ફુગાવાનો દર નોંધાયો છે, જ્યારે દિલ્હીમાં સૌથી નીચો દર છે. સપ્ટેમ્બરમાં બિહારનો છૂટક ફુગાવાનો દર 7.5 ટકા હતો, જે એકંદર 5.5 ટકા કરતાં ઘણો વધારે હતો, જ્યારે છત્તીસગઢમાં 7.4 ટકા હતો. ઊંચા છૂટક ફુગાવાના દર સાથે ટોચનાં પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને હરિયાણાનો સમાવેશ થાય છે, પશ્ચિમ બંગાળનો રિટેલ મોંઘવારીનો દર દિલ્હી પછી 3.7 ટકા હતો, ત્યારબાદ તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો નંબર આવે છે. છત્તીસગઢ (લગભગ 8 ટકા), ઉત્તર પ્રદેશ (7.8 ટકા) અને બિહાર (7.6 ટકા)માં સૌથી વધુ ગ્રામીણ ફુગાવાનો દર છે, જે ઓડિશા પછી 7 ટકા પર છે.
બિહારમાં પણ સૌથી વધુ શહેરી ફુગાવાનો દર 7.1 ટકા નોંધાયો છે. તાજેતરનાં ડેટા દર્શાવે છે કે ઉપભોક્તા ભાવ સૂચકાંક દ્વારા માપવામાં આવેલ છૂટક ફુગાવો, ખાદ્યપદાર્થો, ખાસ કરીને શાકભાજી, ખાદ્યતેલ અને કઠોળનાં ભાવમાં તીવ્ર ઉછાળાને પગલે સપ્ટેમ્બરમાં 9 મહિનાની ટોચે 5.5 ટકા પર પહોંચી ગયો હતો. 2023-24 માટેનાં આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વપરાશમાં શહેરી (29.6 ટકા) કરતાં ખાદ્ય પદાર્થો ( 47.3 ટકા)નું વધુ ભારણ છે. તેમાં એમ પણ કહેવાયું છે કે છેલ્લાં બે વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો જોવા મળતાં રાજ્યોમાં ગ્રામીણ ફુગાવો વધુ જોવા મળ્યો છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા ગણવામાં આવતી આંતરરાજ્ય વિવિધતા શહેરી ફુગાવા કરતાં ગ્રામીણમાં વધુ છે. ઉચ્ચ એકંદર ફુગાવાવાળા રાજ્યોમાં પણ ગ્રામીણમાં ફુગાવો શહેર કરતાં વધુ છે.તાજેતરનાં ફુગાવાના ડેટાએ નિષ્ણાતોને 2025 સુધી મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજ દરમાં કાપ મૂકવાની તેમની અપેક્ષાઓને પાછળ ધકેલી છે. નિષ્ણાતો કહે છે કે ખાદ્ય ફુગાવો ચિંતાજનક છે અને સ્થાનિક અને વૈશ્વિક જોખમોને કારણે તેનાં પર નજર રાખવાની જરૂર છે.

Tags: indiastate wise inflation rate
Previous Post

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે : અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન, ચક્રવાત આવશે

Next Post

દિલ્હી-લંડન અને દુબઈ-જયપુર ફ્લાઈટમાં બોમ્બની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દિલ્હી-લંડન અને દુબઈ-જયપુર ફ્લાઈટમાં બોમ્બની ધમકી

દિલ્હી-લંડન અને દુબઈ-જયપુર ફ્લાઈટમાં બોમ્બની ધમકી

ભાવનગરના નિલમબાગ પોલીસ મથકનું SP હર્ષદ પટેલે ઇન્સ્પેક્શન કર્યું

ભાવનગરના નિલમબાગ પોલીસ મથકનું SP હર્ષદ પટેલે ઇન્સ્પેક્શન કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.