અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 250 કરોડનું ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનો અનુમાન છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો. અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહીત અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી હાલ મળી રહી છે. આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું.