અમદાવાદમાં વહેલી સવારથી જાણે જોરદાર ચોમાસું જામ્યું હોય તેમ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી, સોલા, ઓગણજ, એસપી રીંગ રોડ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, શીલજ, થલતેજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, નવાવાડજ, રાણીપ, ચાંદખેડ, જગતપૂર, ન્યુ રાણીપ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી પડ્યો. પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર અને વરસાદી છાંટા પડ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.