અમદાવાદ આવતી ફ્લાઇટમાં ફરી એક વખત બોમ્બની ધમકી મળી છે. હવે ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટને ધમકી મળી છે.
અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. ઇન્ડિગો એરલાઇન્સને એક્સ ઉપર ટ્વીટ કરીને ધમકી આપવામાં આવી છે. એક્સ પર 6 વિમાનમાં 12 લોકો બોમ્બ રસાથે મુસાફરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ધમકી બાદ અમદાવાદ એરપોર્ટ પર ગોવાથી આવેલી ફ્લાઇટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. BDDSની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવ્યો નહતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.