કોલકાતામાં મહિલા ડોકટરો સાથે રેપ અને હત્યાના વિરોધમાં જુનિયર ડોકટરોની ભૂખ હડતાલ 17માં દિવસે સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે મંગળવારે તબીબોની આરોગ્ય હડતાળ પણ સમેટાઈ ગઈ છે. સોમવારે સાંજે નબન્નામાં સચિવાલયમાં ડોક્ટરોની પેનલે સીએમ મમતા સાથે લગભગ 2 કલાક સુધી ચર્ચા કરી.
5 ઓક્ટોબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જુનિયર ડૉક્ટર એક ટ્રેઇની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં ન્યાયની માગ કરી રહ્યા હતા. તેઓ રાજ્યના હેલ્થકેર સ્ટ્રક્ચરમાં ફેરફારની પણ માગ કરી રહ્યા છે. 26મી ઓક્ટોબરે આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોકટરો એક સમૂહ પરિષદનું આયોજન કરશે.19 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે આજે CM મમતાને મળવા માટે ડોક્ટરોને આમંત્રણ આપ્યું હતું. ચર્ચા માટે 45 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો, પરંતુ બેઠક 2 કલાક સુધી ચાલી હતી. 20 ઓક્ટોબરે સીએમ મમતા બેનર્જીએ ઉપવાસ ખતમ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ડોક્ટરોની મોટાભાગની માગણીઓ પૂરી થઈ ગઈ છે.