દિવાળીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. અંદાજે 17,700થી વધુ કર્મીઓને લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાનહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.