માંડવીથી ત્રણ કીલોમીટરના અંતરે આવેલ ન્યુ મારવાડા વાસમાં રહેતા પિતરાઈ સહોદરના નદીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.સવારે ભેંસો ચરાવવા ગયેલા તરુણો પરત ન આવતા શોધખોળ દરમિયાન બન્નેના મૃતદેહ મળી આવતા પરિવારજનો હિબકે ચડ્યા હતા.મંગળવારે સવારે 14 વર્ષીય સોલંકી વિકેશ વનજી મારવાડા અને 13 વર્ષીય સોલંકી હિરજી શિવજી મારવાડા બન્ને પિતરાઈ ભાઈઓ સીમમાં ભેંસો ચરાવવા માટે નીકળ્યા હતા.
બપોરે ભેંસો ઘરે આવી હતી પરંતુ બન્ને તરુણો પરત ન આવતા પરિવાર સહીતનોઓએ સીમમાં શોધખોળ આદરી હતી.જેમાં રોયલ વિલા સામે ભારાપર નદી કિનારે બન્ને તરુણોની ચપ્પલ અને લાકડી મળી આવ્યા હતા. જેથી પાણી ભરેલા ઊંડા ખાડામાં તરવૈયાઓએ તપાસ કરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. વરસાદ પહેલાં નદીના પટ પર ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ રેતી ચોરી કરવામાં આવી હતી.જેના કારણે ઊંડા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જેમાં ગરકાવ થઇ જવાથી બન્ને તરુણોનો ભોગ લેવાયો છે.