વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે વડોદરા બાદ તેઓ અમરેલી પધારવાના છે. અમરેલીના લાઠી તાલુકાના દુધાળામાં PPP મોડથી કરોડોના ખર્ચે બનાવાયેલા ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. ભારતમાતા સરોવરના લોકાર્પણ ઉપરાંત સૌરાષ્ટ્રના રૂ. 4800 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
લાઠીના દૂધાળામાંથી પસાર થતી ગાગડીયા નદી પર નિર્માણ કરાયેલા સરોવરના કારણે આસપાસના ગામોમાં પાણી અને પાકનું ચિત્ર પલટાઈ ગયું છે. ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતા નદીના જળને રોકી તેનો કઈ રીતે બેસ્ટ ઉપયોગ કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આજે દુધાળામા PM મોદીના હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ 2017માં ગાગડીયા નદી પર બનાવેલ હરિકૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું.આ દરમિયાન ગાગડીયા નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરી અને વડાપ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો આ બાદ સાત વર્ષ પછી આજે સંકલ્પ પૂરો થશે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે અને 50 કરતા વધારે સરોવરનું ગાગડીયા નદી પર સર્જન કરવામાં આવ્યું છે જેને લઇને 100 કરતા વધારે ગામોને જળસ્ત્રોતોનો ફાયદો નોંધાયો છે.
અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા,જૂનાગઢ, પોરબંદર,ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છજિલ્લાને અંદાજે રૂ.4800 કરોડથી વધુના ખર્ચે 1,600 જેટલાં વિકાસ કાર્યોની ભેટ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે પ્રધાનમંત્રીના હસ્તે અંદાજે રુ.4,800 કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1,600 જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.