વડોદરા એરપોર્ટ પર મોડી રાત્રે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ અને તેમના પત્નીનું ઉષ્માભર્યુ લોકનૃત્ય ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ તાતા એડવાન્સ લિ.ના કાર્ગો પ્લેનના એસેમ્બલી પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આવ્યા છે. વેલકમ હોટલ પર તેમણે રોકાણ કર્યુ છે. મોડી રાત્રે રાષ્ટ્રપતિના કાફલાને જોવા મોટી સંખ્યમાં ભીડ ઉમટી હતી. મોડી રાત્રે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા હતા.