PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસ માટે બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં તેઓ 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી. 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે 31મી ઓક્ટબરે અહીં ઉજવણી કરવામાં આવી. PM મોદી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ યુનિટી ડે પરેડ થઈ હતી. 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ આ પરેડમાં ભાગ લઈ રહ્યાં છે. એકતાનગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં ખાસ રાષ્ટ્રીય એકતા પરેડ સૌથી મોટું આકર્ષણ છે, કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ સહિત CISF, SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાનાં વિવિધ કરતબો રજૂ કર્યાં હતાં. પરેડ બાદ કેવડિયા ખાતે હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે.






