છેલ્લા ઘણાં સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની અસર માત્ર સોનાના દાગીનાના ભાવ પર જ નહીં મીઠાઈ પર પણ જોવા મળી રહી છે! સોનાના ભાવમાં વધારાથી ગોલ્ડ સ્વીટના ભાવમાં પ્રતિ કિલો 4000નો ભાવ વધારો નોંધાયો છે. બે વર્ષ પહેલાં ગોલ્ડ સ્વીટ રૂ.9,000 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે મીઠાઈ આ વર્ષે રૂ.12,000 પ્રતિ કિલોએ દેશ-વિદેશમાં વેચાઇ રહી છે.
દિવાળીના પર્વ પર પોતાનાં પ્રિયજનોને મીઠાઈ આપવાની પરંપરા વર્ષો જૂની છે. આ પરંપરાને વધુ યાદગાર બનાવવા માટે સુરતમાં ખાસ ગોલ્ડન મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. સુરત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં મોંઘી મીઠાઇઓમાં આ મીઠાઈ સામેલ હશે, જેનો ભાવ 12 હજાર રૂપિયા કિલો છે. આ ગોલ્ડન મીઠાઈમાં ચાર વેરાઈટી છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સુરત ખાતે એક એવી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 12 હજાર રૂપિયા કિલો છે. હાલ આ ગોલ્ડન મીઠાઈની ડિમાન્ડ છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આ ગોલ્ડન સ્વીટનું વેચાણ થઈ રહ્યું છે. આ ગોલ્ડન સ્વીટ માટે ખાસ પેકેજિંગ કરવામાં આવે છે, જે મીઠાઈ ખાનારી વ્યક્તિને રોયલ હોવાનો અહેસાસ કરાવે છે.
આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ સ્વીટ્સની વાત કરવામાં આવે તો એની કિંમત 12 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. આ મીઠાઈ ચારેય તરફથી 24 કેરેટ સોનાનો વરખ ચઢાવવામાં આવે છે. જેવી રીતે હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીનો વરખ ચઢાવવામાં આવતો હતો. આવી જ રીતે આ ગોલ્ડ મીઠાઈ તેમજ કાજુકતરી પર પણ સોનાનો વરખ ચઢાવવામાં આવતો હોય છે.






