જમ્મુ-કાશ્મીરમાં નવી રચાયેલી વિધાનસભામાં પીડીપી સહિતના પ્રાદેશિક વિપક્ષોએ કલમ 370ના મુદે આજે સતત બીજા દિવસે પણ વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો અને ભાજપે કલમ 370ને પરત અમલ અંગેના બેનર તથા પ્લેકાર્ડનો વિરોધ કરતા ફરી એક વખત બન્ને વચ્ચે ગૃહમાં જ આ અમારી અને એક્બીજા પર હુમલા થયા હતા.
ગઈકાલની ઘટના બાદ આજે વિધાનસભા ગૃહમાં વધુ માર્શલ તૈનાત કરાયા હતા. પીડીપી અને અન્ય નાના પક્ષોએ કલમ 370નો મુદો ઉઠાવતા જ ભાજપના સભ્યોએ વળતા ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કર્યા બાદ મામલો બીચકયો હતો અને માર્શલએ અવામી ઈતેદાહ પાર્ટીના ધારાસભ્ય ખુર્શિદ અહમદ શેખને ખેચીને ગૃહની બહાર કાઢયા હતા. બાદમાં આ પ્રકારના વર્તનના વિરોધમાં ભાજપના સભ્યોએ થોડી મીનીટ માટે વોકઆઉટ કર્યા હતા.