17 સપ્ટેમ્બરે લેબેનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં થયેલા અનેક વિસ્ફોટોની 54 દિવસ પછી ઇઝરાયલે જવાબદારી લીધી છે. વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે સ્વીકાર્યું હતું કે તેમણે ઇઝરાયલની સુરક્ષાને લઈને હુમલાને મંજૂરી આપી હતી.
નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તીએ ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું – રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પીએમ નેતન્યાહૂએ પુષ્ટિ કરી કે તેમણે લેબેનોનમાં પેજર હુમલાનો આદેશ આપ્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, નેતન્યાહુએ કહ્યું કે સંરક્ષણ એજન્સી અને વરિષ્ઠ અધિકારીઓ પેજર હુમલા અને હિઝબુલ્લાહના તત્કાલીન વડા નસરાલ્લાહને મારવાના ઓપરેશનની વિરુદ્ધ હતા. વિરોધ છતાં મેં હુમલાના સીધા આદેશ આપ્યા. 17 સપ્ટેમ્બરે પેજર બ્લાસ્ટ અને 18 સપ્ટેમ્બરે વોકી-ટોકી હુમલામાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા લગભગ 40 લોકો માર્યા ગયા હતા. ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. 27 સપ્ટેમ્બરે, યુએનમાં ભાષણ આપ્યા પછી નેતન્યાહૂએ લેબેનોન માં હિઝબુલ્લાહના મુખ્યાલય પર તેમના હોટલના રૂમમાંથી 80 ટન બોમ્બથી હુમલો કરવાની મંજૂરી આપી